બુલબુલ નો માળો


બુલબુલ નો માળો……


May 17, 2020May 17, 2020| girfreshgirfresh| 2 Comments

બુલબુલ નો માળો……



વાત છે 2019 મેં, જૂન ની


એક દિવસ સવારે ઉઠી ને ફ્રેશ થઈ હું ઘરનાં અંગણ માં જુલા પર બેઠો હતો, ત્યાં જ અચાનક મારી નજર જુલાની બાજુ માં આવેલા ચંપા ના ઝાડ ની એક ડાળી પર પડી. નજીક જઈ મેં જોયું તો ચંપા ની ડાળી પર પક્ષી નો માળો હતો. માળો હજુ તૈયાર થઈ રહ્યો હોય એવું લાગતું હતું. કેમ કે ના તો એમાં ઇંડા હતા કે નતો કોઈ પક્ષી ના બચ્ચા. અમારા ઘર ના આંગણ માં અને વાળી માં અનેક જાત ના પક્ષી ઓ વસવાટ કરે છે. આમ તો હવે પક્ષીઓ ની સંખ્યા ખુબજ ઓછી થતી જઈ રહી છે. કેમ કે આ રેડિએશન, પછી કેમિકલ યુક્ત ધુમાડા નું પર્યાવરણ માં ફેલાવું, વૃક્ષો નું કટિંગ કરવું તેમજ, આ પ્રદુષણ અને ખેતી વાળી ની વાત કરીએ તો ખેતર ની અંદર પણ ખૂબ ઝેરી રસાયણ નો ઉપયોગ થવાના કારણે ગ્રામ્ય વિસ્તારો માં પણ આ સમસ્યા પક્ષી ઓ ને રહેવા માટે છે. આનું કારણ બસ એજ કે માણસ એટલી હદ સુધી સ્વાર્થી બની ગયો કે એને આ પૃથ્વી પર પોતાના સિવાય કોઈ જીવ પ્રત્યે ચિંતા રહી જ નથી. જો માણસ કોઈ જીવ ને પાળતો હોઈ તો એ પણ પોતાના કોઈ ને કોઈ સ્વાર્થ માટે જ…. માફ કરજો હું વાત કરતો હતો કે મારી વાળી માં ને ખેતર માં ઘણી જાત ના પક્ષીઓ વસે છે કેમ કે મારા પપ્પા એ છેલ્લા 8 વર્ષ કરતા પણ વધુ સમય થી ખેતર માં ફર્ટિલાયજર અને રસાયણો નો ઉપયોગ તમામ બંદ કરી દીધો હતો. એટલે પક્ષીઓ ને વસવાટ કરવા માટે અનુકૂળ વાતાવરણ.. અને ખેતરમાં અનેક જાત ના જીવજંતુઓ અને ફૂલો પણ ખરા માટે પક્ષીઓને પોતાનો ખોરાક મેળવવા માં પણ કોઈ મુશ્કેલી નતી પળી રહી. એટલે હું વિચાર કરતો હતો કે આ ક્યાં પક્ષી નો માળો હશે. હજુ તો મારા મન માં વિચાર ચાલતો હતો ત્યાં જ એક બુલબુલ મારી સામે આવી ને બેસી ગયું. કતરાતી નજરે ગુસ્સે થી મારી સામે જોયા કર્યું અને એની ચાંચ માં એક ઘાસ નું તણખલું હતું. એ બુલબુલ ને જોયા પછી હું ત્યાંથી દૂર જતો રહ્યો કેમ કે એ પક્ષી ને પોતાનો અધુરો માળો પૂરો કરવા માં કોઈ પરેશાની ના થાય… અને ત્યારબાદ એ નાનકડું બુલબુલ્યું એનો માળો ગૂંથવા માં વ્યસ્ત થઇ ગયું…


 

પછી થોડા દિવસો પછી સવારે ઉઠી ને દાતણ કરતા કરતા, મને એ પક્ષી ના માળા માં જોવા નું મન થયું, એટલે મેં ચંપા ના ઝાડ નજીક જય અને જોયું તો બુલબુલ એના માળા બેઠું મારી સામે ડોળા કઢાતું પોતાના માળામાં

થી મને દૂર ભગાડવા માટે કોશિશ કરી રહ્યું હોય એવું ચોક્કસપણે લાગી રહ્યું એટલે હું ત્યાંથી જતો રહ્યો….






તે પછી 3 થી 4 દિવસ પછી હું એક દિવસે કામ પરથી સાંજે વેલો વાળી પર આવી ગયો. “અહીં હું વાળી અને ઘર ની સ્પષ્ટતા કરું તો અમારું ઘર વાળી માં જ એટલે” અને મેં ફરી એ પક્ષી ના માળા માં જોવા જવા ની કોશિશ કરી. આમ તો હું પક્ષી ને કોઈ નુકશાન પહોંચાડવા કે હેરાન કરવા ના ઈરાદાથી માળો ન જોતો હોઉં. કેમ કે અમે જ્યારે નાના હતા ત્યારે ખૂબ પક્ષીઓ ના નાના બચ્ચા રમાડતાં. એટલે હજુ પણ પક્ષી ના બચ્ચા પ્રત્યે પ્રેમ જ. પણ એ પેલા બુલબુલિયા ને થોડી ખબર હોય. એટલે હું એના માળા પાસે જઉં અને તે બુલબુલ ગુસ્સે થઈ અને બોલવા માંડે .. પણ આ વખતે હું ચંપા ના ઝાડ પાસે ગયો ત્યાં બુલબુલિયુ માળા માં નોતું પણ મેં માળા માં જોયું તો નાનકડા ત્રણ ઈંડા હતા.. એટલે પછી બુલબુલ આવે એ પેલા જ હું ત્યાંથી દૂર જતો રહ્યો…


આમ હું દિવસ માં એકાદ વખત ચંપા ના ઝાડ પાસે જઈ અને બુલબુલ નો માળો જોતો હોઉં કે ઈંડા માં થી બચ્ચા બાર આવ્યા કે નહીં..? તો આવી રીતે થોડા દિવસો પસાર થયા. પછી એક દિવસે સવારે ઉઠી ને બુલબુલ ના માળા માં જોયું તો મસ્ત એવા ત્રણ નાના ટેણીયા બચ્ચા સુતા તા. હજુ તો એની આંખો પણ નતી ખુલી.. એકદમ નાનકડાં નાનકડાં હતા હજુ તો હું જોઈ રહ્યો હતો ત્યાં જ એટલમાં ક્યાંયથી પેલું બુલબુલ આવી પહોંચ્યું એની ચાંચ માં બચ્ચા માટે ખોરાક હતો. પોતાના માળા નજીક આવી ને મને એના બચ્ચા પાસે જોઈ એ ગુસ્સે થી બોલવા માંડ્યું. મારા પર ઉડી ઉડી ને હુમલા કરવા નો પ્રયાસ કરી મને ત્યાંથી દૂર ભગાડવા કોશિશ કરી રહ્યું હતું એટલે.. એ બુલબુલ વધારે ક્રોધિત અને પરેશાન ન થાય એ માટે હું જલ્દીથી ત્યાંથી હટી ગયો…! અને મારા કામે લાગી ગયો… રોજ ની જેમ હું મારી જેરમુક્ત એટલે કે કુદરતી ખેતીથી ઉત્પાદિત શાકભાજી અને મીઠી મધુર સુગંધિત કેસર કેરી ની વાન લઈ અને વેરાવળ શહેર તરફ નીકળી ગયો. વેરાવળ શહેરમાં પ્રવેશતા જ શહેર ની અંદર મેં આચર્ય જનક હલચલો જોઇ. કે શહેર ની અંદર NDRF, CRPF ના જવાનો અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ની ગાડીઓ દોડી રહી હતી અને તંત્ર આખું હાઈ એલર્ટ પર કાર્યરત હતું. મને આ બધું જોઈ ને કાંઈક અજીબ લાગ્યું એટલે મેં મારા ગ્રાહક ને શાકભાજી ની ડિલિવરી આપતી વખતે પૂછ્યું કે આ બધું શુ છે..? તો એ ગ્રાહકે મને જવાબ આપ્યો પણ વધારે પવન ફૂંકાવા ને કારણે મને કાઈ સમજાયું નહીં. એટલે એને મને ફરી કીધું કે વવાજોડું આવવા નું છે. પછી મેં મારા મોબાઈલ ફોન માં અપડેટ્સ લીધું તો જાણવા મળ્યું કે ગુજરાત ના દરિયા કિનારા ના શહેરો હાઈ એલર્ટ પર છે પણ સરકાર ની એટલી તૈયારીઓ અને એક્ટિવિટી ને જોઈ ને મને અજીબ લાગ્યું. મેં વધારે માહિતી ચેક કરી તો આ વાયુ નામનું વવાજોડું વધારે ખતરનાક છે એવું જાણવા મળ્યું. પછી હું રૂટિન મારા કામે એટલે કે ગ્રાહકો ને શાકભાજી ની અને કેરીની ડિલિવરી આપવા માં વ્યસ્ત થઇ ગયો.. મનમાં ઘણી ચિંતાઓ હતી કે મારા શાકભાજી ના પાક નું શુ થશે.. આંબા ના ઝાડ પર હજુ ઘણી કેરીઓ તોડવાની પણ બાકી છે વગેરે. પણ વ્યસ્તતાને ને કારણે રોજ જી જેમ ક્યારે સાંજ પડી ગઈ અને ઘડિયાળ માં નવ વાગી ગયા ખબર પણ ન પડી. પછી શહેર થી મારી વાળી તરફ જવા રવાના થયો શહેરમાં પવન તો ખૂબ ફૂંકાતો હતો પણ ઉંચા મકાનો અને ઇમારતો ના કારણે અસર ઓછી હત્તી.. પણ શહેર બાર નીકળતા વાયુ વવાજોડા ની અસર અનુભવી. તેજ પવન ફૂંકાતો અને વરસાદ પણ એટલે વેન ચલાવવી પણ ખતરનાક પણ ઘરે પહોંચવું પણ જરૂરી હતું ઘરેથી ચાર પાંચ ફોન પણ આવી ચુક્યા હતા અને બધાં ચિંતા કરતા હતા. વેરાવળ શહેર થી મારું ગામ ત્રીસેક કિલોમીટર દૂર. અને તેજ પવન ફૂંકાવા ને કારણે ઘરે પહોંચવા નો સમય બમણો. પણ જેમ ગ્રામ્ય વિસ્તાર આવતો ગયો એમ વવાજોડું વધતું જતું હોય એમ...


ઘરે પહોંચતા જ મમ્મી પપ્પા, નાનો ભાઈ, પત્ની બધાને શાંતિ થઈ થોડી વાર બધા ગુસ્સે પણ થયા કે આજે તો જલ્દી ઘરે આવી જવાય.. પછી હું ફ્રેશ થયો બધા જમવા બેઠા. પવન અને વરસાદ બંને એક સાથે પોતાનું ખતરનાક સ્વરૂપ ધારણ કરેલું.. મેં પેલ્લો કોળિયો મોમાં મુક્યો ને મને મગજ માં ડંકો વાગ્યો. હું તરત જ ઉભો થઇ અને ચંપાના ઝાડ પાસે આવ્યો મને થોડી વાર એવું લાગ્યું કે પેલા બુલબુલ ના ટેણીયા નું શુ થયું હસે.. પણ મેં જ્યારે ઝાડ પાસે જઈ અને જોયું તો બુલબુલ ના માળા વાળી ડાળખી મારા ઘર ના સભ્યો એ સારી રીતે બાંધી દીધી હતી જેથી પવન જપાટો થી ડાળખી ને નુકશાન ન થાય. અને બચ્ચાંઓ ઓ પણ સુરક્ષિત હતા.. એટલે ઘરના સભ્યો એ કીધું કે પેલા જમીલે પછી ફરી પાછું જોઈ લેજે.. પણ જેમ જેમ સેકંડો થતી ગઈ એમ પવન અને વરસાદ વધતો જતો હતો. ફટાફટ જમી ને ફરી હું બુલબુલ ના માળા બાજુ ગયો. જોયું તો તેજ પવન સામે આ ચંપા નું ઝાડ પણ એ ખતરનાક પવન માં પોતાનું અસ્તિત્વ કાદાસ આ બચ્ચાને બચાવવા જ ટકાવી ઉભું હોઈ એમ લાગતું હતું. મેં ટોર્ચ લાઈટ કરી માળા માં જોયું તો બુલબુલ પોતાના બચ્ચા ની રક્ષા કરી અડીગ થઈ બેઠું હતું. એ દ્રશ્ય ખૂબજ કરુણાત્મક હતું હવે સમય હતો સુવાનો પણ ઊંઘ નહોતી આવતી ઘરના બધા સભ્યો હોલ માં બેઠા અને વારંવાર હોલ માં થી ચંપાના ઝાડ પર ટોર્ચ લાઈટ કરીએ અને ચંપા ના ઝાડ ને અને બુલબુલ નો માળો હતો એ ડાળી ને સલામત જોય મન શાંત કરીએ.. આવી રીતે થોડી વાર ચાલ્યું પવન અને વરસાદ ખૂબ તોફાની બની પોતાનું સ્વરૂપ વધુ ને વધુ ખતરનાક બનાવી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. કાદાસ મધ્ય રાત્રી થઈ હશે અને મેં ફરી એક લાઈટ કરી બુલબુલ ના માળા પર પણ એ લાઈટ નો પ્રકાશ ચંપાના ઝાડ ની ડાળી પર પડ્યો અને આંખો માં અંધકાર છવાઈ ગયો. આ જોરદાર પવન અને વરસાદ માં ચંપાનું ઝાડ તો સલામત હતું પણ પેલો બુલબુલ નો માળો હતો એ ડાળખી તો જમીન પર તૂટી પડી હતી. આ જોઈ હું હોલ ની વચ્ચે ની બારી કુદી સીધો બુલબુલ ના માળા પાસે આવ્યો. અને ચંપા ના ઝાડ પાસે જઈ ને જોયું તો બુલબુલ નો માળો પાણી ના ખાબોચિયા માં પડ્યો હતો બે બચ્ચા ચંપા ના ઝાડ ની સામે દુર હવા માં ફેંકાઈ ગયેલા પડ્યા. અને એક બચ્ચું થોડી વાર શોધ્યા પછી મળ્યું. એનાથી મારો પગ માત્ર 1 થી 2 ઇંચ દૂર હતો. કાદાસ આ વાવાજોડું તો પછી એનો ભોગ લેત પણ મારો પગ એના પર પડ્યો હોત તો એના મોત નું કરણ હું જ બનેત. કેમ કે હજુ એ બચ્ચાં ને ધ્યાનથી લાઈટ કરી ને જોયું તો એ જીવાતા હતા એ ઠંડી પવન અને પાણી ના આ પ્રકોપ થી થર થર ધ્રુજતા હતા. હજી તો એ બિચારાં ની આંખો પણ નતી ખુલી ત્યાં તો એનું મોત સામે તોફાન બની જૂજવાટા મારતું હતું. હજુ હું કઈ કરું એ પેલા મમ્મી પપ્પા, નાનો ભાઈ અને પત્ની પણ અમારા ચાર મહિના ના દિક્ષાન ને ઘોડિયામાં મૂકી દોડી આવ્યા. અમે ફટાફટ વિખરાઈ ગયેલો માળો લીધો અને ધ્રુજતા બચ્ચાને જમીન પર કાદવ અને પાણી માં થી લઈ લીધા. બચ્ચા ની હાલત ખુબજ ખરાબ હતી અમે વિચાર્યું કે આ માળો ઘર માં અંદર લઇ એમાં બચ્ચાં ને મૂકી દઈએ કેમ કે પવન અને પાણીમાં માં હવે બીજો કોઈ ઉપાય નતો અને ચંપા નું ઝાડ પણ વાંરવાર ધરતી નો સ્પર્શ કરી રહ્યું હતું અને બચ્ચા હજુ નાજુક હતા.. પછી એવું લાગ્યું બચ્ચાની હાલત એટલી નાજુક છે કે એ એની માતા હોઈ ક પિતા પણ એની ઉષ્મા વગર સવાર સુધી જીવિત રહી શકે એમ નથી. પછી યાદ આવ્યું કે એ બિચારું બુલબુલ ક્યાં ગયું હશે..? મેં ચારે બાજુ લાઈટ કરી ને જોયું તો ક્યાંય ન દેખાયું મેં ચંપા ની બીજી ડાળી ઓ પર લાઈટ કરી આમ તો ચંપાનું ઝાડ કાઈ ખાસ મોટું નતું ડાળીઓ પણ 4 થી 5 જ. ત્યાંતો મારી નજીક ની ડાળી પર લાઈટ કરી તો એ બુલબુલ બિચારું લાચાર બેઠું હતું પોતાના વિખરાઈ ગયેલો માળો અને નાજુક બચ્ચાં ઓ ની સામે જોઈ રહ્યું હતું મારી પણ આંખ માં પાણી …. હવે સમય હતો ફટાફટ કાંઈક કરવાનો કેમ કે જો બુલબુલ ઉડી ને જતું રહે અને ફરી પાછું ન આવે તો બચ્ચા ને જીવાડવા અશક્ય…! પવન અને વરસાદ પણ વધી રહ્યા હતા પછી અમે નક્કી કર્યું કે ચંપા ની બીજી ડાળી પર માળો મૂકી અને દોરા થી બાંધી દઈએ પણ આ ગોઝારા પવન માં દોરા નું શુ આવે મોટા મોટા વૃક્ષો હિમ્મત હારી જમીન પર શરણે થતા હોય ત્યાં આ ચંપો તે શું…! દોરો શુ..! ઘાસ ના તાંતણા થી ગુથેલો માળો શુ….! અને નાનકડા પક્ષી ના આ આંગળી ના ટેરવા જેવડા નાજુક બચ્ચા શુ….! પણ કેવત છે ને કે હિમ્મત એ સૌથી મોટી તાકાત છે એટલે જ એ બચ્ચાની હિમ્મત એને ખુલતી આંખે જ મળી હશે કાદાસ એટલે જ હજી તેમના શ્વાસ રોકાયા નતા. હે ભગવાન અમને કોઈ સારો ઉપાય જલ્દી સુજે….. મેં ફટાફટ મારી શાકભાજી ના સ્ટોલ પાઇપ વેન માં થી કાઢ્યા અને ચંપા ની એ ડાળી કે જેના પર બુલબુલ બેઠું હતું એ ડાળી કવર થઈ જાય એવી રીતે લગાવી દીધા. મારી વાઈફ અને નાનો ભાઈ મદદ કરતા ગયા મમ્મી પપ્પા એ માથે હાથ રાખી બચ્ચાં ઓ ને માળા માં રાખી માળો પકડી રાખ્યો. અને બુલબુલ પણ પોતાનો જીવ ની પરવાહ કર્યા વગર અમારા થી ડર્યા વગર એજ ડાળી પર બેઠું રહ્યું. અમે થોડી મિનિટો માં કામ પૂરું કર્યું સ્ટોલ સ્ટેન્ડ ના પાઇપ, ચેનલ થી ચંપા ની ડાળી ને સંપૂર્ણ સુરક્ષિત કરી. અને પછી એના પર બુલબુલ નો માળો મૂકી અને સારી રીતે બાંધી દીધો. પછી ડાળી ને ફરતે એક સાળી નો નકામો ટુકળો બાંધી દીધો. હવે આ કામ એટલું મજબૂતી થી કર્યું કે આતો વાયુ વવાજોડા ની અસર જ હતી પણ બીજા દિવસે વવાજોડું આવવા ની પુરી શક્યતાઓ હતી. જો કાદાસ વાવાજોડું આવી પણ જાય અને ચંપા નું ઝાડ ટકી ના શકે તો પણ ચંપા ની ડાળી એની જગ્યા પરથી ના હલે. એવું કામ કરવાનું હતું. અને કાદાસ જો અતિશય પવન ફૂંકાઈ અને માળો ફરી વખત તૂટી પડે તો પણ બચ્ચા જમીન પર ના પટકાઈ. એવુંજ સફળતા પૂર્વક સંપૂર્ણ કામ પત્યું એટલે અમે ત્યાંથી દૂર હટી ગયા અને બુલબુલ ફટાફટ પોતાના માળા માં આવી પોતાના બચ્ચાઓ ને વ્હાલ કરતું બેસી ગયું. એ બુલબુલ નું સાથી બુલબુલ પણ આવી ગયું એ બધા ના મનમાં કેટલું દર્દ હશે એ તો એ જ જાણે…



ત્યાર બાદ એ પવન અને પાણી તોફાન માં અમારી હાલત પણ ખરાબ થઈ ચૂકી હતી કપડાં બદલી અને અમે હોલ માં બેસી ગયા ફરી વારંવાર લાઈટ કરી અને ચેક કરતા રહ્યા કે કઈ વાંધો તો નથી ને.. હું વિચારતો હતો આ પંખીડાએ પોતાનો વંશ વધારવા માટે આપણા આંગણ નો આશરો લીધો હતો એટલે. બાકી તો અસંખ્ય જીવો આ વાવાજોડા નો શિકાર બન્યા હશે. પણ ખેર આતો કુદરત છે એ જેને ધારે એને બચાવે અને ધારે એને મારે આપણે તો ખાલી વિચારીએ એટલું જ… આમ કરતા આ ધોધમાર વરસાદ અને ભારે પવન હોવા છતાં પણ થકાવટ ના કારણે ઊંઘ આવી ગઇ… જ્યારે ઊંઘ ઉડે ત્યારે બુલબુલ ના માળા પર લાઈટ કરી ને જોય લેવાનું. બુલબુલ માળા માં બેઠું હોઈ એટલે ફરી સુઈ જવાનું.. આમ થોડી વારમાં સવાર પડી ગયું.



સવારે ઉઠી અને જોયું તો પવન થોડો ઓછો થઈ ગયો હતો પણ હજુ વાવાજોડ ની અસર હતી પણ વરસાદ બંદ થઈ ગયો હતો અને બુલબુલ નો માળો, નાનકડા ટેણીયા અને બુલબુલ બધા સલામત અને સુરક્ષીત હતા ટૂંકમાં અમારું કામ પણ સફળ હતું. “મેં એની એક ઝલક એક નાની વીડિયો કલીપ માં અહીં પોસ્ટ કરી છે..” પછી મેં ફટાફટ ઈન્ટરનેટ પર થી વાયુ વાવાજોડા વિશે અપડેટ્સ માહિતી મેળવી તો સરકાર અને હવામાન વિભાગ દ્વારા જાણકારી ઉપલબ્ધ હતી કે હવે વેરાવળ ગીર સોમનાથ ઉપર થી વાવાજોડા નો ખતરો ટળી ગયો. અને રાત્રી દરમીયા જે પવન અને વરસાદ હતા એ માત્ર એની અસર જ હતી અને હજુ થોડી કલાકો સુધી સામાન્ય કરતા વધુ પવન ફૂંકાશે .. આ માહિતી જોઈ અને હાશકારો થયો… વિચાર આવ્યો કે બચાવનાર તો કુદરત જ છે બાકી જો વાવાજોડુ સંપૂર્ણ પણે સમુદ્રમાંથી બાર નીકળી અને સમુદ્ર કિનારાના ગામડાઓમાં અને શહેર માં પ્રવેશ્યું હોત તો બુલબુલ નો માળો તો ઠીક પણ માનવ જીવન બચવું પણ એટલું જ મુશ્કેલ હોત.. ધન્ય છે એ જવાનો ને જે બચાવ અભિયાન માં પોતાના જીવની પરવા કર્યા વગર લોકોને બચાવે શે… પછી મેં મારા ખેતર માં આંટો માર્યો. બધો પાક નો વિનાશ થઇ ચુક્યો હતો આંબા ના ઝાડ પર થી કેરીઓ પણ જમીન સામી કાદવ કીચડ માં ખરાબ થઈ ચૂકી હતી શાકભાજી ના વેલા, ચોળ બધું ખતમ. થોડું દુઃખ તો હતું પણ બુલબુલ નો માળો બચી ગયો એ હરખ ની વાત હતી



જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ ધીમે ધીમે બુલબુલ ના ઇ નાનકડા ટેણીયા ઓ મોટા થવા લાગ્યા… બુલબુલ પણ પોતાના બચ્ચાઓ ને આખો દિવસ ખવડાવી ખવડાવી ને પોતાની ફરજ પુરી કરાવા લાગ્યું



કોઈ ના હોઈ ત્યારે બચ્ચા માળા માંથી બાર નીકળે અને મસ્તી કરે અને જો કોઈ ને દેખી જાય તો ફટાફટ પાછા માળા માં જઈ અને લપી જાય



આખો દિવસ ખૂબ મસ્તી કરે. અને હવે તે બુલબુલ ના ટેણીયા માં થી બુલબુલ થઈ રહ્યા હતા…





બાળપણ ની યાદો હતી એ ફરી નજર સામે હતી…. આ નાનકડા બચ્ચા ખૂબ જ સુંદર હતા અને તોફાની પણ



માણસ પોતાના સ્વાર્થ માટે અને થોડી કમાણી માટે પ્રકૃતિ ને ખૂબ નુકશાન કરી રહ્યો છે…. ક્યાંક મોબાઈલ નું રેડીએશ ક્યાંક જેરી ધુમાડો તો ક્યાંક કેમિકલ નો પ્રયોગ તો ક્યાંક વરી વૃક્ષો નું કટિંગ તો ક્યાંય માઇનિંગ સાઈટ તો આ જીવ જાય ક્યાં…?



ધીમે ધીમે આ બચ્ચા પાંખો ફડફડાવી અને ઉડવાની કોશિશ કરે અને છેલ્લે આ બુલબુલ ના બચ્ચા માંથી 2 બચ્ચા ઉડતા શીખી ગયા અને માળો છોળી ઉડી ગયા…



અને બીજે દિવશે નાનું બચ્ચું પણ પોતાની ઉડવા કોશિશ માં સફળ બન્યું… હવે આ બુલબુલ નો માળો હાવ ખાલી હતો. પણ જ્યાં સુધી માળો નજર સામે હતો ત્યાં સુધી બચ્ચા ની બોવ યાદ આવી…..

આ સ્ટોરી મને ફોટોગ્રાફી ના શોખ ના કારણે મેં કેમેરામાં કેપ્ચર કરી એટલે અમુક તસવીરો અહીં પોસ્ટ કરી છે….



પણ હા આ આર્ટિકલ કે બ્લોગ લખવા પાછળ નું કરણ એ કે આ વર્ષે ફરી એ સમય આવી ગયો એટલે એ બુલબુલ ના માળા ની યાદ અને એક નવો બુલબુલ નો માળો પણ બની રહ્યો છે ઈશ્વર કરે કે એના બચ્ચા નો કોઈ પણ મુસીબત વગર ઉછેર થાય…. આ ઘટના ઉપરથી મને બીજો વિચાર એ આવે કે આપણાં દેશ ની સંસ્કૃતિ સભ્યતા અને આપના સમાજ ના સંસ્કાર આપણને અન્ય જીવ ની રક્ષા કરવાનો ઉપદેશ આપે છે .. તો ચાઈનાનો આ કોરોના વાઇરસ COVID 19 બીમારી ભલે કોઈ જીવ ના માધ્યમથી માણસ માં આવી હોય કે માનવસર્જિત હોઈ. પણ એ સમાજ કે જે શોખીન રીતે પોતાનું પેટ ભરવા અન્ય જીવો નો સંહાર કરે અને પોતાના શોખ પુરાકરે. જોકે તેની મજબૂરી હોઈ તો પણ કોઈ વાંધો નથી. પણ માત્ર શોખ ને ખાતર અન્ય જીવો નો સંહાર કરી અને ખાય એવા સમાજ ની સાથે વહીવટી કે વ્યવસાયિક સંબંધો રાખવા ક્યાં સુધી યોગ્ય છે…. માટે ચાઇના ની ચીજો નો ઉપયોગ ટાળો…



આપણા સમાજ ને પણ એક મહત્વ ની બાબત સમજવી જરૂરી છે કે જો એકદમ શહેરી મોડર્ન લાઈફ અપનાવી ન હોત. અને પચીમ ની સંસ્કૃતિ અપનાવી ન હોત તો આજે આ લોકડાઉન નો સમય પસાર કરવો કઠિન ન લાગેત. જે પોતાનું મૂળ પરિવાર અને ગ્રામ્ય જીવન ને છોડી અને શહેરી જીવન વસાવવા આગળ વધ્યા પણ આજે એને ત્યાંજ ફરી પાછું આવવું પડ્યું. અથવા તો તે જીવન ની યાદ આવી.



એ ઉદ્યોગો પણ પશુ પક્ષી પર્યાવરણ સમાજ અને સમગ્ર પ્રકૃતિ માટે કોરોના કરતા વધારે ખતરનાક છે જેમ કે જમીનની અંદર ના ખનીજ નો વેપાર કરવો, રસાયણો નું પર્યાવરણ માં ફેલાવું, વૃક્ષો નું કાપવું વગેરે. જે પોતાના કમાણી ના ગ્રાફ ને ઉપર લઇ જવા માટે પ્રકૃતિ નો ગ્રાફ 10 ગણો નીચો લઇ જવામાં કોઈ સંકોચ નથી રાખતા. માણસ આજે પશુ પક્ષી અને પ્રકૃતિ પાસે બધું છીનવી રહ્યો છે તેની સાથે એ પણ સત્ય છે કે માણસ પોતાની આવનારી પેઢી પાસે થી પણ બધું છીનવી એનો નાશ કરી રહ્યો છે… કેમ કે સમગ્ર જીવ અને શ્રુસ્ટી બધુંય એકબીજા પર આધારીત છે. પૃથ્વી પર માણસ નું એક નું જીવવું એક માઈક્રો સેકન્ડ પણ શક્ય નથી…

 www.girfresh.inwww.girfresh.in

 

જયેશ જી. પંપાણીયા એડમીન ગિરફ્રેશ અને ડેઈલિફ્રેશ7








આભાર ….. GirFresh.com , dailyfresh7.com
SHOP NATURAL PRODUCTS

Comments